(એજન્સી) લંડન, તા.૮
લંડનમાં છેલ્લા ૩ માસથી ગંભીર અને અજાણી બીમારીની સારવાર લઈ રહેલા નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સામે નાઈજીરિયન લોકોએ પ્રદર્શનો યોજી માગણી કરી છે કે તેઓ ઝડપથી દેશમાં પરત આવે અથવા તો પદ પરથી રાજીનામું આપે.
રાષ્ટ્રપતિ બુહારી ૭ મેના રોજ સારવાર અર્થે લંડન ગયા છે. તેમની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ યેમી ઓસીબાજો વહીવટ સંભાળી રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે ડઝનો જેટલા દેખાવકારોએ અબુજામાં રાષ્ટ્રપતિ ભવન સમક્ષ કૂચ કરી હતી અને ૭૪ વર્ષના પૂર્વ લશ્કરી જનરલને રાજીનામું આપવા જણાવ્યું હતું. જેમણે ૧૯૮૦માં દેશમાં સેનાધ્યક્ષ પદ સંભાળ્યું હતું. સિવિલ સોસાયટી ગ્રુપ દ્વારા શાંતિમાર્ચ કાઢવામાં આવી હતી.
તેમણે કહ્યું કે અમે અહીંયા દેખાવો કરીએ છીએ કારણ કે રાષ્ટ્રપતિ તેમના ફરજ પરથી ફરાર છે. તેમ ડેજીએડીયાન્જુ નામના પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ સતત છટકી રહ્યા છે. ખોટું બોલે છે.
૧૪૪ દિવસ આ વર્ષે દેશથી દૂર રહ્યા છે. તેમને કાનનો ચેપ લાગ્યો હોવાની ફરિયાદ બાદ લંડનમાં સારવાર અપાઈ રહી છે. વિપક્ષો અને સત્તાધારી પક્ષના નેતાઓ તેમની ખબર કાઢવા લંડન ગયા હતા અને તેમના ફોટા પાડી લીધા. લોકોના ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરી હતી. ર૦૧૦માં ઉમરાઉ મુસા રાષ્ટ્રપતિનું અવસાન બાદ આ મુદ્દો સંવેદનશીલ બન્યો છે. બુહારીના મુખ્ય હરીફ પક્ષે કહ્યું કે તેઓ પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બન્યા છે. તે દાવાને નકારાયો છે.