મુઝકો યે આરઝૂ વોહ ઉઠાયેં નકાબ ખુદ
ઉનકો યેં ઈન્તઝાર તકાઝા કરે કોઈ

‘ધ ગ્રેટ યોર્કશાયર શો’એ ઈંગ્લેન્ડના અગ્રણી કૃષિવિષયક કાર્યક્રમ તરીકે જાણીતો છે. આ કાર્યક્રમ દર વર્ષે આશરે ૧,૩૦,૦૦૦ લોકોને આકર્ષે છે. આ વર્ષે પણ ચારલોઈસ કેટલ સોસાયટી ૭પ જેટલા પ્રાણીઓના વડાઓ સાથે પોતાના સમર નેશનલ શોનું આયોજન કરશે જેમાં ઘેટા, ડુક્કર, કબૂતર અને ઘોડા સહિત ૮પ૦૦ જેટલા પશુઓ ભાગ લેશે. પ્રથમ ઘેટાની તસવીર આપણને આવનાર ઈદ-ઉલ-અઝહાની યાદ અપાવે છે જેને બલિદાનનો ઉત્સવ કહેવાય છે.
બીજી તસવીર ૧૧ જુલાઈના રોજ ઉત્તરી ઈંગ્લેન્ડના હેરોગેટ નજીક યોજાયેલા ગ્રેટ યોર્કશાયર શોના પ્રથમ દિવસે એક વેન્સલેડેલ ઘેટું પોતાના વાડામાં ઊભું હતું તે સમયની છે. આ એક કૃષિવિષયક કાર્યક્રમ છે જેનું ૧૮૩૮માં સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના જીવનના તમામ પાસાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન યોર્કશાયર એગ્રીકલ્ચરલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન દર વર્ષે જુલાઈ માસમાં કરવામાં આવે છે અને આશરે ૧,૩૦,૦૦૦ જેટલા લોકો અહીંની મુલાકાત લે છે.