અમદાવાદ, તા.૬
દીવમાં રૂમ ન મળતા સર્કિટ હાઉસમાં રૂમ બૂક કરાવવા માટે ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીએ એનઆઈએના અધિકારી તરીકે ઓળખ આપી રૂમ બૂક કરાવ્યો પરંતુ પેલી કહેવત છે તે છાનુ છાપરે ચઢીને પોકારે તેમ ઈન્સયોરન્સ કંપનીનો અધિકારી પોલીસ ઝપટમાં આવી ગયો અને તેની તપાસ દરમિયાન સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નકલી પોલીસ બનીને ફરનારા લોકોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે ત્યારે પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મંગળવારે સાંજે અમદાવાદ શહેરના જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી પિયુષ હરિપ્રસાદ વ્યાસ (ઉ.વ.૫૮) રહે. શુગુન એપાર્ટમેન્ટ આરસી પટેલ સ્કૂલ સામે વાસણાને પકડી પાડ્યો હતો. પોલીસે પિયુષ વ્યાસની તપાસ કરતા તેની પાસેથી એક કાગળ મળી આવ્યો હતો. જેમાં કલેક્ટર દીવને પોતાના ઈમેઈલ એડ્રેસથી ફેબ્રુઆરી ૨૦૧૮માં સર્કિટ હાઉસ દીવ ખાતે રૂમ બૂક કરાવવા માટે એનઆઈએના અધિકારીની ઓળખ આપી હતી. આ બાબતે પિયુષની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, પોતાના પરિવાર અને સગા-સંબંધી સાથે દીવ ખાતે ફરવા જવાનું હોવાથી અને દીવના સર્કિટ હાઉસમાં રૂમો મળે તેમ ન હતા ત્યારે ત્રણ રૂમની જરૂર હોવાથી કલેક્ટર દીવને એનઆઈએના એસપી તરીકે સહી કરી હતી. તેવો ઈમેઈલની કોપી પિયુષ પાસેથી મળી આવી હતી. જેથી સરકાર તરફથી આરોપી પિયુષ વ્યાસ સામે ઈપીકો કલમ ૧૭૦ તથા આઈટી એક્ટ કલમ ૬૬(સી) (ડી) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પિયુષ વ્યાસ સેન્ટ્રલ ગવર્મેન્ટની ધી ન્યુ ઈન્સ્યોરન્સ કંપનીમાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે અમદાવાદમાં ફરજ બજાવે છે ત્યારે એક ઉચ્ચ કક્ષાના અધિકારી ખોટી ઓળખ આપી સર્કિટ હાઉસમાં રૂમ બૂક કરાવે તો શું તેને કાયદાનો ડર નથી ??
દીવમાં રૂમ બૂક કરાવવા નકલી એનઆઈએ અધિકારી બનેલો આરોપી ઝડપાયો

Recent Comments