(એજન્સી) ખતોલી, તા.ર૧
યુપીના મુઝફ્ફરનગર પાસેના ખતોલી રેલવે સ્ટેશન પાસે ઉત્કલ એક્સપ્રેસના ૧૪ ડબ્બા ખડી પડ્યા હતા. જ્યાં પાસે જ અહમદનગર નામની નવી આબાદી છે. જ્યાં મુસ્લિમ વસ્તી આવેલી છે. ત્યાં જ પાટાની બીજી બાજુ ‘જગત’ નામની સોસાયટી અને તહેસીલ પણ આવેલી છે. રેલવે દુર્ઘટના બાદ અહીંયા ધર્મ અને મઝહબ વચ્ચેની બધી દિવાલો તૂટેલી જોવા મળી હતી. મુસ્લિમો અને હિન્દુ યુવકોએ મળીને ટ્રેનમાં ફસાયેલા ઘાયલોને નિકાળીને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું. ઘાયલ થયેલા સંતોનું કહેવું છે કે, ‘‘જો મુસ્લિમ યુવક સમયસર બચાવવા ન આવતા તો અમારું બચવું મુશ્કેલ હતું.’’ શનિવારે થયેલ દુર્ઘટનામાં ર૪ લોકોનાં મોત થયા છે જ્યારે ૧પ૬થી વધારે લોકો ઘાયલ થયા છે. અહમદનગર નવા આબાદીના મોહમ્મદ રિઝવાન અને અનીસે જણાવ્યું કે જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે તેઓ પોતાના ઘરેથી નમાઝ પઢવા મસ્જિદ જઈ રહ્યા હતા ત્યારે જોરદાર અવાજ થતાં તેઓ ગભરાઈ ગયા હતા. પણ જ્યારે રેલવે પાટા પર નજર ગઈ તો તેઓના હોશ ઉડી ગયા અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. થોડા સમય બાદ નમાઝ થવાની હતી પણ મુસ્લિમ ભાઈઓએ મસ્જિદમાંથી નીકળીને લોકોના જીવ બચાવવામાં લાગી ગયા હતા. ટ્રેનના ડબ્બામાંથી ચીંસોના અવાજો આવી રહ્યા હતા. રિઝવાન કહે છે કે, એક જ ડબ્બામાંથી ૪૦થી વધુ ઘાયલોને બહાર નીકાળવામાં આવ્યા જેમાંથી પ-૬ એવા હતા જેમના મૃત્યુ થઈ ગયા હતા. આખું અહમદનગર તેમના ઘરોથી નીકળીને ઘાયલોની મદદ કરી રહ્યા હતા. મુસ્લિમ વસ્તીના લોકોએ ઘાયલ લોકોને ચા અને પાણીની વ્યવસ્થા કરી હતી. ઘટનામાં ઘાયલ થયેલા સંત હરિદાસે જણાવ્યું કે બધી જ ઘટના એકાએક થઈ. જોરથી ધડાકાના અવાજ બાદ ડબ્બાઓ એકબીજા પર ચઢી ગયા. કોઈને કંઈ પણ સમજમાં આવતું ન હતું. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ડબ્બાઓ પલટી ખાઈ ગયા હતા. લોકો જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. એવામાં પાસે આવેલી મુસ્લિમ વસ્તીમાંથી કેટલાક યુવકો આવીને એક-એક ડબ્બામાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢયા હતા. ટ્રેનમાં યાત્રા કરી રહેલા સંત મોનીદાસ મુજબ જો સમયસર મુસ્લિમ યુવકો તેઓને બચાવ્યા ન હોત તો મરનારની સંખ્યા વધુ થઈ શકતી હતી. મુસ્લિમ યુવકો ન આવ્યા હોત તો બચવું મુશ્કેલ હતું.
નમાઝ છોડીને જાન બચાવવા દોડ્યા મુસ્લિમો, ઘાયલોએ કહ્યું મુસ્લિમો માનવી નહીં પણ ફરિશ્તા છે

Recent Comments