(એજન્સી)હૈદરાબાદ, તા.૧૩
પુરાતત્ત્વ વિભાગે ગોલકુંડા કિલ્લા સ્થિત મસ્જિદમાં જુમ્આ (શુક્રવાર)ની નમાઝ પઢવા માટેની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્યે ગોલકુંડા સ્થિત મસ્જિદમાં જુમ્આની નમાઝ પઢવા દેવાની પરવાનગી માંગતો અધિકારીઓને લેખિતમાં પત્ર પાઠવ્યો હતો.
પુરાતત્ત્વ વિભાગે આ પત્રના જવાબ આપતાં લખ્યું કે, વિભાગને ગોલકુંડા કિલ્લાની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે મસ્જિદમાં કોઈ નમાઝ પઢવામાં આવતી નહોતી.
પુરાતત્ત્વીય વિભાગે ગેરકાયદે વિવાદ સંબંધમાં સહયોગ આપવા માટે લોકપ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી.