મુસ્લિમ વિરોધી ટિપ્પણી પણ કરી
(એજન્સી) એલ્ટ્રિનચામ, તા.ર૬
એક મુસ્લિમ સર્જન પર સાંજે નમાઝ માટે મસ્જિદ જતા દરમિયાન એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે ગ્રેટર માનચેસ્ટરમાં એલ્ટ્રિનચામ ઈસ્લામિક સેન્ટરની બહાર સાંજે બની હતી. ડૉ.નાસીર કૂર્ડી પ૮ વર્ષીય ઓથોપેડિક સર્જન મસ્જિદ જવા માટે રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી તેમના પર કોઈએ હુમલો કર્યો અને ગરદન પર વાર કર્યો હતો. ડૉ.કુર્ડીએ કહ્યું કે હુમલો કરતા સમયે તેમણે મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ પણ સાંભળી હતી. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે ડૉક્ટર પર છરીથી વાર થયો હતો. ડૉ.કુર્ડીની ઓળખ ત્યાં ખૂબ જ સારા માણસ તરીકે છે તેઓ ખૂબ જ સારા છે અને બધા સમુદાયો ભલે તે ગેરમુસ્લિમ હોય બધા તેઓને ચાહે છે. તેઓ ઉપાધ્યક્ષ અને કયારેય જુમ્માની નમાઝમાં બયાન પણ કરે છે. ગ્રેટર માનચેસ્ટર પોલીસે આ ઘટના પગલે બે વ્યક્તિની ધરપકડ કરી છે અને તેઓની પૂછપરછ કરી રહી છે.