(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૭
રાજકોટની કુખ્યાત બુટલેગર સોનું ડાંગર દ્વારા ઈસ્લામ ધર્મનાં મહાન પયગંબર હજરત મોંહમદ મુસ્તુફા(સ.અ.વ)ની શાનમાં ગુસ્તાખી કરી અભદ્ર કરાયેલી ટીપ્પણીઓને લઈને સમગ્ર ગુજરાતનાં મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે,ત્યારે આજે આણંદ તાલુકાનાં નાપાડ તળપદ ગામનાં મુસ્લિમ સમુદાયએ રેલી કાઢી આણંદનાં મામલતદારને આવેદનપત્ર આપી સોનું ડાંગર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.મળતી વિગતો અનુસાર રાજકોટની કુખ્યાત બુટલેગર સોનું ડાંગર દ્વારા ઈસ્લામ ધર્મનાં મહાન પયંગબર હજરત મોંહમદ મુસ્તુફા (સ.અ.વ)ની શાનમાં કરાયેલી ગુસ્તાખીનાં વિરોધમાં આજે નાપાડ વાંટા ઈદે મિલાદ નિયાજ કમીટીનાં ઉપક્રમે નાપાડ ગામે વિશાળ રેલી કાઢી સોનું ડાંગરની વિરૂદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવીને કોમી એખલાસનાં વાતાવરણને ડહોળવાનાં કાયદા હેઠળ કાર્યવાહી કરવાની તેમજ સોનું ડાંગરની ધરપકડ કરવાની માંગનાં સુત્રો લખેલા પ્લેકાર્ડ પ્રદર્સિત કરી તેમજ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આણંદ કલેકટર કચેરી ખાતે મામલતદાર સંધવીને આવેદન પત્ર આપીને સમગ્ર મુસ્લિમ સમુદાયની લાગણીઓ ભડકાવવાનું તેમજ દેશની કોમી એખલાસનાં વાતાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરવા બદલ સોનું ડાંગરની વિરૂદ્ધમાં કાર્યવાહી કરી તેની તાકીદે ધરપકડ કરવાની માંગ કરી હતી નહી તો જન આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.