(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો.૧૦ અને ધો.૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જુલાઈ માસમાં યોજવામાં આવશે.
પૂરક પરીક્ષાના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ધોરણ ૧૦માં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તા.૬,૭,૮ અને ૯ જુલાઈના રોજ લેવામાં આવશે. જ્યારે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ૯મી જુલાઈના રોજ લેવામાં આવશે. એ જ રીતે ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તા.૬, ૭ અને ૮ જુલાઈના રોજ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસમાં જાહેર થયેલા ધોરણ ૧૦ અને ૧રના પરિણામોમાં ધોરણ ૧૦નું પરિણામ ૬૭.પ૦ ટકા, ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ પપ.પપ ટકા જ્યારે ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૯.૧૬ ટકા આવ્યું હતું.
ધોરણ ૧૦ અને ૧રના એક-બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈમાં

Recent Comments