(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શહેરના પાંડેસરા બમરોલી રોડ ખાતે આજથી નવેક મહિના પહેલા પોતાના ઘરમાં ૧૧ વર્ષની સગીરા પર શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા બમરોલી રોડ પર એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં રહેતા સગા-પિતાએ આજથી નવેક મહિના પહેલા પોતાના ઘરમાં રાત્રિના સુમારે ૧૧ વર્ષની સગીર પુત્રીની સાથે શારીરિક-અડપલા કરી બળાત્કારી ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના વતની અને હાલમાં પાંડેસરા બમરોલી રોડ પર રહેતા ૩૫ વર્ષીય અને મકાન દલાલનું કામ કરતા સગાપિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, નવ માસ દરમિયાન આ સગીરા પોતાના કાકાને ત્યાં અમેઠી જતી રહી હતી અને ત્યાં પણ પિતાએ શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. પાંડેસરા પોલીસ ગુનો નોંધી આરોપી આરોપી પિતાની ધરપકડ કરી હવાનું જાણવા મળે છે.