(સંવાદદાતા દ્વાર) ઉના, તા.ર૩
ઉના શહેરમાં અક્ષરધામ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં રહેતા શહેરના નામાંકીત વેપારીની પરણિત બે સંતાનની માતાને ફેસબુર ફ્રેન્ડ બનાવી યુવકે અપહરણ કરી પરીવારને ધાક ધમકી આપનાર માથાભારે યુવક સામે આખરે પોલીસએ દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધેલ છે.
આ ઘટના અંગે મળતી વિગત મુજબ ઉના શહેરના શિક્ષક સોસાયટી વિસ્તારમાં રહેતા વિપ્ર યુવક આનંદ વિનોદભાઇ જોષી નામના યુવકએ ઉનાની વણીક પરણિત યુવતી બ્યુટી પાર્લર ચલાવતી હોય તેના ફેસબુક આઇડી પર ફ્રેન્ડ બની તેના વિવિધ પ્રકારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરેલ અને ગત તા.૧૪ના રોજ યુવતીના ઘર પાસે આ યુવક મોટરસાઈકલ પર આવેલ અને પતિ અને સંતાન સામે વણીક યુવતીને ધાક ધમકી આપી અપહરણ કરી પોતાના ઘરે લઇ ગયેલ અને રૂમમાં પુરી દીધેલ ત્યાર બાદ ભોગ બનનાર પરણિત યુવતીના પતિ અને તેના સગા સંબંધી યુવકના ઘરે પહોંચેલા અને ભારે આજીજી અને સમજાવટ બાદ પણ યુવતીને સોપેલ નહીં. અને બીજા દિવસે યુવતીને ધાક ધમકી આપી અલ્ટ્રોકારમાં અપહરણ કરી જુદી-જુદી જગ્યા પર હોટલમાં લઇ ગયેલ અને ત્યાર બાદ યુવકએ પરણીત મહિલાને ધમકાવી રાજકોટ આજી ડેમ પાસે આ વણીક યુવતીને તેના મિત્રોને બોલાવી યુવતીના જશદણ ખાતે રહેતા ભાઇને બોલાવી આ યુવતીને સોપેલ. ઉના પોલીસમાં સમગ્ર ઘટનાની હકીકત સાથે તા.૧૮/૧૦/૨૦૧૮ના રોજ યુવક સામે ફરિયાદ આપેલ હતી અને પાંચ-પાંચ દિવસ સુધી પોલીસે આ પરણીત યુવતીને અને તેના પરીવારને નિવેદન માટે વારંવાર બોલાવી પરેશાન કરેલ અને ગુનો નોધેલ નહીં. આખરે પાંચ દિવસે ઉના પોલીસે આ યુવક સામે બળજબરી પૂર્વક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી કાંડુ પકડી રૂમમાં પુરી પોતાના પ્રતિકાર છતાં તેની મરજી વિરૂધ બળાત્કાર કરી સાહેદોને ધમકી આપી ફેસબુકમાં ફોટા મુકી ભોગ બનાર સાથે લગ્ન કરવા છે તેવા લખાણ મુકેલ હોય તે અંગેની ઉના પોલીસએ આઇપીસી ૩૭૬, ૩૬૬, ૩૪૨, ૫૬બે મુજબ ગુનો નોંધી પરણીત મહિલાના મેડિકલ ચેકપ સહિતની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડવા શોધખોળ કરેલ છે.