ભાવનગર, તા.૧૦
નાની બાળકી પર બળાતકાર ગુજારનાર મધ્યપ્રદેશના આરોપીને વલ્લભીપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.
વલ્લભીપુર તાલુકાનાં મેલાણા ગામની સીમમાં મજૂરી કરતી બાળકી સાથે બળજબરીથી બળાત્કાર થયેલ હોય અને આ બાળકીને મુત બાળકનો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરિયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશથી આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થયેલ અને આ કામનો આરોપી તથા ભોગબનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામે મજૂરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મૂકી ત્યાંથી ભાગી ગયેલ હતો આ આરોપી ગંભીર બનાવ કરી નાસતો-ફરતો હોય પો. આરોપીને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપતા અને આઇ.જી.પી. સા. ભાવનગર રેન્જ, ભાવનગરએ મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયે ઁજીૈં ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. અમીતકુમાર મકવાણાએ રીતેના સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસમાં ગયેલ જ્યાં આરોપી પડધરી જી. રાજકોટ મૂકામે હોવાની માહિતી મળતા તુરંત જ પો.હેડ કોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત જ પડધરી મુકામે ગયેલ જ્યાં આરોપી ધુલસિંહ ઉફે ધુલિયા નરસિંહ ભીલ (ઉ.વ.૨૦) (રહે. મુળ- બલૈડી) તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો મળી આવતા અત્રે આજરોજ આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે.