(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા નારાયણ સાંઇ સામે હરિયાણા રાજ્યના પાનીપત પોલીસ મથકમાં જાનથી મારી નાખવાના પ્રયાસના ગુનામાં ચંદીગઢ હાઈકોર્ટે નારાયણ સાંઈને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
જો કે, આઈપીસી-૩૦૭માં પાનીપત સેશન્સ કોર્ટ તેના જામીન રદ કરતો હુકમ કર્યાબાદ આરોપીએ ચંદીગઢ હાઈકોર્ટમાં ચેલેન્જ કરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૬ઠ્ઠી ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરની પીડિતાએ નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ગત તા.૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૩થી નારાયણ સાંઈ લાજપોર જેલમાં છે. ત્યારબાદ થોડા મહિનાઓ બાદ પાનીપત વિસ્તારમાં મહેન્દ્ર ચાવલા પર કોઈ અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પાનીપત પોલીસે આઇપીસી ૩૦૭ તથા આર્મ્સ એકટનો ગુનો દાખલ કરી નારાયણ સાંઈની પોલીસે ધરપકડ કરી પાનીપત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પાનીપત સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધા બાદ તેમણે ચંદીગઢ હાઈકોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટના જસ્ટિસે પાનીપતના ગુનામાં જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.જો કે, પાનીપત પોલીસે ચંદીગઢ હાઈકોર્ટમાં પહેલા તેમની સામે ૯ પોલીસ કેસ હોવાનું એફીડવિટમાં બતાવ્યું હતું. પરંતુ અદાલતે ડીટેઈલ માગતા નવી એફીડેવિટમાં મોટા ભગવાન સામે માત્ર ત્રણ કેસો હોવાનું જણાવાયું હોવાનું જાણવા મળે છે.
જાનથી મારી નાંખવાના પ્રયાસના ગુનામાં નારાયણ સાંઈને જામીન પર છોડવા હુકમ

Recent Comments