(એજન્સી) તા.ર૮
કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ સોમવારે કહ્યું હતું કે જો જરૂર પડે તો જમણેરી સંગઠન સનાતન સંસ્થા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવો જોઈએ. અઠાવલેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સનાતન સંસ્થાએ તેની હિંસક પ્રવૃત્તિઓ બંધ કરવી જ પડશે. જો તે ડૉ.નરેન્દ્ર ડાભોલકર અને ગૌરી લંકેશની હત્યામાં સંડોવાયેલી હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. જેમ બને તેમ છેલ્લા ગુનેગારોને પકડવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, અઠાવલેના નિવેદન પહેલાં સનાતન સંસ્થાએ ડાભોલકર અને લંકેશની હત્યામાં તેની સંડોવણીના અહેવાલો નકારી કાઢયા હતા.