નવી દિલ્હી, તા.૨૬
દેશમાં આજે બંધારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કર્યું હતું. આપણું બંધારણ આપણા ભારતીયોથી શરૂ થાય છે. આપણે તેની તાકાત છીએ, આપણે જ તેની પ્રેરણા અને આપણે જ તેમનો ઉદ્દેશ્ય છે. હું જે કંઈ પણ છું સમાજ માટે છું. આ કર્તવ્ય ભાવ અમારો પ્રેરણા સ્ત્રોત છે. આપણે ગણતંત્રને આપણ કર્તવ્યથી ઓતપ્રોત નવી સંસ્કૃતિ તરફ લઈને જઈએ, સારા નાગરિક બનીએ. હું કામના કરું છું કે આ બંધારણ દિવસ અમારા બંધારણના આદર્શોને કાયમ રાખે. બંધારણ નિર્માણ કરનારાઓએ જે આદર્શો કાયમ રાખ્યા છે તે બંધારણ નિર્માતાઓએ જે સપનું જોયું છે તેને પૂરા કરવાની કોશિશ કરીએ. રોડ પર કોઈને તકલીફ થાય અને તમે મદદ કરો એ સારી વાત છે પણ જો મેં ટ્રાફિક નિયમનું પાલન કર્યું અને કોઈને તકલીફ ન થઈ તો તે મારું કર્તવ્ય છે. તમે જે પણ કંઈ કરી રહ્યા છો તો તેની સાથે આપણે એક પ્રશ્ન એ જોડીએ કે શું તેનાથી મારો દેશ મજબૂત બની રહ્યો છે. નાગરિકના નાતે આપણે એ કરીએ જેનાથી આપણું રાષ્ટ્ર સશક્ત બને.
અધિકારો અને કર્તવ્યોની વચ્ચે એક અતૂટ સંબંધ છે. આ સંબંધને મહાત્મા ગાંધીએ સારી રીતે સમજાવ્યો છે. તેઓ કહેતા હતા કે રાઈટ ઈઝ ડ્યૂટી વેલ પરફોર્મ્ડ. તેઓએ લખ્યું છે કે હું મારી અભણ પરંતુ સમજદાર માથી શીખ્યો છું કે દરેક અધિકાર તમારા દ્વારા સાચી નિષ્ઠાથી નિભાવવામાં આવેલા કર્તવ્યોથી જ આવે છે. કેટલાક દિવસ અને કેટલાક અવસર એવા હોય છે કે જે અતીતની સાથે સારું કામ કરવાને માટે પ્રેરિત કરે છે. આ ઐતિહાસિક અવસર છે. ૭૦ વર્ષ પહેલાં આપણે વિધિવત રીતે સંવિધાનને સ્વીકાર્યું હતું. ૨૬ નવેમ્બરનો દિવસ દુઃખદાયી પણ રહ્યો છે. આ દિવસે ભારતની ઉચ્ચ પરંપરાઓ, સંસ્કૃતિ અને વારસાને મુંબઈમાં આતંકવાદીઓએ છિન્ન ભિન્ન કરવાનો પ્રયાસ કર્યો. આજે પણ હું તે આત્માઓને નમન કરું છું.
બંધારણમાં ભારતીય લોકતંત્રનું દિલ ધબકે છે : રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સત્રને સંબોધતા કહ્યું કે, આપણા બંધારણમાં ભારતીય લોકતંત્રનું દિલ ધબકે છે. તેને જાળવી રાખવા માટે સુધારણાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે, ૧૭મી લોકસભામાં ૭૮ મહિલા સાંસદોની પસંદગી થવી આપણા લોકતંત્રની ગૌરવપૂર્ણ સિદ્ધી છે. આ એક મહત્વપૂર્ણ રાનીતિક અને સામાજિક પરિવર્તન છે.
આપણું બંધારણ ભારતીય સંસ્કૃતિ અને સમાજનું દર્પણ છે : ઓમ બિરલા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું – આજના દિવસે ઈતિહાસ રચાયો હતો. આઝાદી બાદ આપણી પર બંધારણ નિર્માણની જવાબદારી હતી. ડૉ. આંબેડકરે તમામ ભારતીયો સાથે મળીને બંધારણનું નિર્માણ કર્યું હતું. આપણું બંધારણ ભારતીય સંસ્કૃતિ અને સમાજનું દર્પણ છે.