(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૮
વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો વિપક્ષોને આલોચનાઓ કરવાની તક પૂરી પાડે છે. વિપક્ષો એમની ઉપર આક્ષેપો કરે છે કે વધુ પડતા પ્રવાસોના લીધે સરકારનું શાસન સ્થિર થઈ જાય છે.
એક આરટીઆઈના જવાબમાં વડાપ્રધાન કચેરીએ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો બાબત માહિતી આપી છે. એમાં જણાવાયું છે કે મોદીએ પોતાના ૪૮ મહિનાના કાર્યકાળમાં ૪૧ ટ્‌્રીપો વિદેશની કરી હતી જેમાં પર દેશોની મુલાકાત લીધી હતી. આ બધા પ્રવાસો પાછળ ૩પપ કરોડ ખર્ચ થયો હતો. વડાપ્રધાને ૧૬પ દિવસ વિદેશોમાં પસાર કર્યા હતા.
એ સાથે વડાપ્રધાનની કચેરીની વેબસાઈટ દ્વારા મોદીના વિદેશ પ્રવસોની સંપૂર્ણ વિગતો પણ આપી છે. જ્યારે આ ખર્ચ ૩૦ ટ્રીપોનો છે જેમાં હજી ૧ર ટ્રીપોના બીલો બાકી છે.
સૌથી મોંઘો વિદેશ પ્રવાસ ત્રણ દેશોની મુલાકાતનો હતો. જેમાં મોદી જર્મની, ફ્રાન્સ અને કેનેડા ગયા હતા જેનો ખર્ચ ૩૧.રપ કરોડ થયું હતુ જ્યારે સૌથી ઓછો ખર્ચ ભુતાનના પ્રવાસનો હતો જે ર.૩પ કરોડ રૂપિયા હતો.

વડાપ્રધાન મોદીએ એક વર્ષ અને ત્રણ મહિના મુસાફરીમાં વિતાવ્યા, ૬ વખત ચીનની અને પ વખત અમેરિકાની મુલાકાત

(એજન્સી) તા.ર૮
એશિયા ટાઈમ્સમાં વડાપ્રધાન મોદીના પ્રવાસની વિગતો જાહેર કરવામાં આવી છે જે મુજબ એમના કાર્યકાળમાં બિહારમાં ચૂંટણી પહેલા ત્રણ મહિના દરમ્યાન ૧૪ વખત ગયા હતા અને પોતાની કચેરીમાં દર ત્રણ દિવસે ગેરહાજર રહી પ્રવાસમાં ગયા હતા. મોદી ૧૪૯૧ દિવસો પોતાની કચેરીમાં હતા અને ૪૭૭ દિવસ કચેરીથી બહાર રહ્યા હતા.
રિપોર્ટમાં બતાવ્યું છે કે પ્રત્યેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા એમના એ રાજ્યના પ્રવાસો વધી જાય છે. જો કે મોદીના પ્રવાસોથી કોઈ ખાસ લાભ થયો હોવાનું જણાવાયું નથી.
વેબસાઈટ દ્વારા માહિતી અપાઈ છે કે મોટા ભાગના પ્રવસો પ્રોજેકટોના ઉદ્‌ઘાટનના હતા એમણે પ્રત્યેક ટ્રીપ દરમ્યાન પોતાની પ્રશંસામાં ર૦-૩૦ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. અને પુરાગામી સરકારની ટીકા કરી હતી.
વિદેશ પ્રવાસો માટે પણ એમની ટીકા કરતા જણાવ્યું છે કે એમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની કિંમત ઘટાડી હતી. ચીનમાં ૬ વખત મુલાકાતો છતાય એની સાથે સંબંધો ખરાબ થયેલ છે. પાકિસ્તાન દ્વારા હેરાનગતિ ચાલુ જ છે. કાશ્મીરમાં સૈનિકો મરી રહ્યા છે. મોદીનો ત્રાસવાદ ખતમ કરવાનો વખત પુરો થયો નથી.
અમેરિકાએ હાલમાં દ્વિપક્ષીય મંત્રણાઓ રદ કરી છે. ટ્રેડ વોરના લીધે અમેરિકા સાથે સંબંધો વણસી રહ્યા છે. બીજી બાજુ અમેરિકા સાથે પહેલા કરતા વધેલા સંબંધોથી રશિયા ભારતથી નારાજ છે. મોદીએ સ્થાનિક રાજ્યોની ચૂંટણીઓમાં ધ્યાન આપ્યું છે જેનો લાભ મળ્યો નથી.
એમણે લખ્યું છે કે કેબિનેટ કમિટીને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર નિમણૂકમ કરવાની સત્તા હોય છે પણ કમિટી નામની જ રહી છે. બધા નિર્ણયો મોદી પોતે જ કરે છે. ગૃહ મંત્રાલય અને અન્ય મંત્રાલયોના નિર્ણયો પણ મોદી પોતે જ કરે છે. મોદી વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત હોય છે. એના લીધે નિમણૂક થતી નથી. ઘણાં નિર્ણયો પણ પડતર રહે છે.