(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુરૂવારે’ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૧૮ હજાર ગામોનું વિજળીકરણ કર્યું છે જેમને વીજળી મળી ન હતી.
વડાપ્રધાને લાભાર્થીઓની સાથે વાતચીત કરતાં કહ્યું કે, અમે જ્યાં જઈએ છીએ ત્યાં આ વાત થાય છે. અમે વિજળીકરણની સાથે સાથે દેશમાં વીજ વિતરણની વ્યવસ્થા પણ સુધારી છે. શાળાઓ, પંચાયતો અને આરોગ્ય કેન્દ્રોમાં પણ વીજળી પહોંચાડી છે. તેમણે અગાઉની સરકારની વીજળી નહીં પહોંચાડવા બદલ ટીકા કરી હતી. હાલની સરકારે તેને પૂરી કરી છે. જે અમે ર૦૧પમાં વચન આપ્યું હતું. મોદીએ મણિપુરના છેવાડાના ગામ લીસાંગના ગ્રામજનો સાથે વાત કરી હતી. જ્યાં વીજળીકરણ થયું છે તેમણે જમ્મુ-કાશ્મીર-ત્રિપુરા, આસામ, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તરાખંડના લોકો સાથે પણ વાત કરી હતી. જેમને વીજ સુવિધા મળી છે. તેમણે કહ્યું કે, પૂર્વના ૧૮ હજાર ગામોમાંથી ૧૪પ૦૦ ગામોને વીજળી મળતી ન હતી. ત્યાં વીજળી મળી છે જે ભારતના વિકાસમાં મોટી ભૂમિકા અદા કરશે. કોંગ્રેસે મોદીના દાવાને પડકારતાં કહ્યું કે, શા માટે વાજપેયી સરકારને આ મુદ્દે જશ અપાતો નથી ?