Gujarat

જામનગર શહેર-જિલ્લામાં વડાપ્રધાનના હસ્તે ૯૬૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

જામનગર,તા.૪
જામનગર શહેર અને જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ૯૬૬ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદી જામનગરના એરફોર્સ ખાતે આવી પહોંચતા કલેક્ટર સહિત રાજકીય નેતાઓએ તેમનું સ્વાગત કર્યં હતું. બાદમાં જી.જી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ દર્દીઓ સાથે સારવાર અંગે વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં નિરિક્ષણ કરી હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. જામનગરમાં નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન હોસ્પિટલમાં ૭૦૦ બેડની સુવિધા સાથે ૨૨ વોર્ડ, રેડિયોથેરાપી, મેડીસીન, પીડીયાટ્રીક તથા સાઇકીયાટ્રીક વિભાગ, સેમીનાર રૂમો, લાઇબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામા આવી છે. નવનિર્મિત હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ઘનિષ્ટ સારવાર માટે રેડિયોથેરાપી, કિમોથેરાપી OPD તથા IPD મનોચિકિત્સા સેવાઓ, ECT EEG તથા હિપ્નોથેરાપી CCU, ૨૦ બેડનું ડાયાલીસીસ યુનિટ, ઈમરજન્સી સેવાઓ, કિશોરાવસ્થા કલીનીક, બાળકો માટે ઈમરજન્સી સેવાઓની સુવિધાઓનું પણ નિર્માણ કરાવવામાં આવ્યું છે. હોસ્પિટલ સાથે નવનિર્મિત એમ.પી.શાહ મેડિકલ હોસ્ટેલમાં પણ નવી સુવિધાઓ જેવી કે રીડીંગ રૂમ, કેન્ટીન, મનોરંજન રૂમ મેડિકલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. નર્મદાના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત પર અવલંબિત રહેવાને બદલે સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સ્ત્રોત ઉભો કરવાના હેતુથી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળ સલામતી પ્રદાન કરવાના હેતુથી દરિયાના ૪૫૦૦૦ ટીડીએસ ધરાવતા ખારા પાણીમાંથી ૫૦૦ ટીડીએસવાળું મીઠું પાણી બનાવવા માટેના જોડિયા ખાતે સ્થપાનાર ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર મનપા હેઠળની આજી-૩થી ખીજડિયા સુધીની પ૧ કિ.મી.ની પાઈપલાઈન, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જામનગર મનપાના ૪૪૮ તેમજ જાડા વિસ્તારના ૧૦૦૮ આવાસોનું તેમજ ૧૦૦૦ની ક્ષમતાવાળી કુમાર અને કન્યા સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.