(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પવિત્ર રમઝાન માસ નિમિત્તે ટ્‌વીટર પર ઉર્દૂ ભાષામાં શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને પહેલાં ઉર્દૂ ભાષામાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પવિત્ર રમઝાન માસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પીએમ મોદીએ ‘મન કી બાત’માં પણ શુભેચ્છાઓ અંગેની એક ઓડિયોક્લિપ જારી કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, પવિત્ર રમઝાન માસની તમામને શુભકામનાઓ. આ અવસરે આપણે હઝરત પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના પવિત્ર વિચારોનું સ્મરણ કરીએ છીએ. હઝરત પયગમ્બર સાહેબે સૌહાર્દ, દયાળુતા અને પરોપકારનું મહત્ત્વ રેખાંકિત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, પવિત્ર રમઝાન માસ હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના આદર્શોને દર્શાવે છે.