(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૭
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાભરમાં ભાજપ શાસનકારો સામે અનેક પડતર પ્રશ્નોને લઈને દેકારો ઉપવાસ આંદોલન અને રજૂઆતનો દોર સુરેન્દ્રનગરમાં ફાટી નીકળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના અને મોવડીમંડળના ખાસ અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૮૮૧ કરોડના કામોના લોકાર્પણ માટે પધારી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓના વાલ્મિકી સમાજના લડવૈયા મયુરભાઈ બી. પાટડિયા દ્વારા વાલ્મિકી સમાજના હક્ક હિસ્સા માટે છેલ્લા ઘણા જ સમયથી લડત લડી રહ્યા છે. એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે સુરેન્દ્રનગર શહેરમાંથી ૫૦ જેટલા વાલ્મિકી સમાજના આગેવાનો, કાર્યકરો, સફાઈ કામદારો વડાપ્રધાન મોદીના કાર્યક્રમ સ્થળે પહોંચી અને કાળાવાવટા ફરકાવી મોદી વિરોધના સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાયત કરી જેલભેગા કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી.