(એજન્સી) તા.૯
વડાપ્રધાન મોદીએ મંગળવારે ભાજપ સાંસદોને આદેશ આપ્યો હતો કે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે તેમના લોકસભા મતવિસ્તારોમાં રથી ૩૧ ઓકટોબર સુધી ૧પ૦ કિ.મી. લાંબી પદયાત્રા કાઢવામાં આવે ભાજપ સંસદીય દળની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે આ બેઠકમાં સંબોધન દરમ્યાન વડાપ્રધાન મોદીએ ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ઘણા મહત્વના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. દરેક લોકસભા ક્ષેત્રમાં ર ઓકટોબરથી ૩૧ ઓકટોબર દરમ્યાન ૧પ૦ કિ.મી. લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જોશીએ વધુ જાણકારી આપતા કહ્યું હતું કે દરેક રાજયસભા સાંસદને પણ એક મતવિસ્તારની ફાળવણી કરવામાં આવશે જયાં તેઓ મહાત્મા ગાંધી અને સ્વતંત્રતાની ચળવળ વિશે કાર્યક્રમો આયોજિત કરશે. જોશીએ કહ્યું હતું. કે દરેક રાજયસભાને એક લોકસભા મતવિસ્તારની ફાળવણી કરવામાં આવશે. દરેક મતિવસ્તારમાં ૧પ-ર૦ ટીમોનું ગઠન કરવામાં આવશે. તે દરરોજ ૧પ કિ.મી. લાંબી પદયાત્રા કાઢશે. સાંસદો ગાંધીજી, સ્વતંત્રતા સંગડાય અને વૃક્ષો રોપવાના કાર્યક્રમોનું આયોજન કરશે.