અમદાવાદ, તા.૬
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના ઉપવાસના ૧૩મા દિવસે હવે હાર્દિકની તબિયત લથડી રહી છે ત્યારે પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે તૈયારી દર્શાવી છે. હાર્દિકના ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે હાર્દિકના ઉપવાસ મામલે સરકાર અને પાસ સમાધાન થાય તેવું આંદોલનકારીઓ અને સરકાર ઈચ્છી રહી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સમાધાન મામલે આગળ આવ્યા છે. જો સરકાર અને પાસની ઈચ્છા હોય તો નરેશ પટેલે મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી છે. જો કે આ મામલે પાસ દ્વારા નરેશ પટેલને મધ્યસ્થી બનાવાય તો તેઓને કોઈ વાંધો ન હોવાનું કહેવાયું છે. એટલે પાસ તરફથી મધ્યસ્થી માટે નરેશ પટેલને લીલી ઝંડી મળી ગઈ છે.