અમરેલી, તા. ૧
ગુજરાત ના મારા ખેડૂત ભાઈઓ જાગો, જાણો અને સ્વેચ્છાએ આજના ભારત ભરના ગામડું બંધના આંદોલનમાં જોડાઈને આપણે આપણી તાકાતનો પરચો બતાવી દઈએ એમ ખેડૂત સમાજના અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણીએ એક યાદીમાં જણાવ્યું હતું.
૧ જૂનથી ૧૦ જૂન, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના ખેડૂતો દૂધ અને શાકભાજી નહીં વેચવાની હડતાલ પાડવાના છે. એમના જે મુદ્દાઓ છે એ જ આપણી પણ માંગણીઓ છે, એમને તો એમની સરકાર બહાર નીકળીને બોલવા દે છે, પણ આપણ ને આપણી સરકાર તો આપનો હક માંગવા માટે નીકળવા જ નથી દેતી, નીકળીએ તો પોલીસ ને આગળ કરી ને પોલીસ પાસે ધોકા મરાવે છે. દેશ ના આટલા રાજ્યો હડતાલ પાડતા હોય તો આપણે ય જોડાવું જોઈએ એવો મારો મત છે. આ આંદોલનના નેતા તમે પોતે જ છો.અને આંદોલન ને સ્વયમ ભુ ચલાવી ને આપણે આપણા હક ની માંગણી કરીએ.
તેમણી માગણીઓમાં કૃષિ નીતિ બને, ગુજરાતના ખેડૂતોનું નાનું-મોટું, લાંબા-ટૂંકા ગાળાનું તમામ દેવું માફ કરે, ટેકાના ભાવ ખેડૂતો સાથે ચર્ચા કરીને નક્કી કરે, ઉઠા ના ભણાવે, કર્ણાટક અને રાજસ્થાનની જેમ દૂધ ઉપર લિટરે ૫ રૂપિયા સબસીડી આપે, ખેતી માટે ૧૬ કલાક વીજળી આપે જેવી ૧૧ માંગોનો સમાવેશ થાય છે.