(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૨૬
મહીસાગર જિલ્લામાં તા.૨૦ ઓકટોબરથી શરૂ થયેલી એકતા રથયાત્રાનો રથ – ૧ ૨૬મી ઓક્ટબર-૧૮ના રોજ ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામે સવારે પહોંચતા ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ છાણી, કાળા ખેતરા, ઉડાવા, મોર ખાખરા, નવાગામ, મદાપુર સહિતના ગામોમાં એકતા યાત્રા ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, લુણાવાડા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીગ્નેશ સેવક, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન ગંગાબેન પગી, સરપંચો, પ્રાંત અધિકારી મોડિયા, ડીઆરડીએ ડાયરેક્ટર જાદવ તેમજ અધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરદાર પટેલની પ્રતિમાને કંકુ, ચોખા તેમજ આરતી ઉતારી પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલ અમર રહો ના નારા ગામે ગામ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગો નરહરી અમીને એકતા રથયાત્રાથી જન-જન જોડાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.