(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૬
વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદીએ આજે નર્મદા નદી ઉપર બનેલા સરદાર સરોવર બંધને દેશને સમર્પિત કર્યો હતો. દેશના આ સૌથી ઉંચા બંધથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સીધો ફાયદો થશે. આ દુનિયાના સૌથી મોટા બીજા બંધ તરીકે છે. ૬૫૦૦૦ કરોડ રૂપિયાના બંધ સાથે આ બંધને બનવામાં ૫૬ વર્ષનો સમય લાગ્યો છે. આ બંધની વિશેષતા નીચે મુજબ છે.
૫મી એપ્રિલ ૧૯૬૧ના દિવસે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આધારશીલા મૂકી હતી ૫૬ વર્ષ આ બંધના નિર્માણમાં લાગી ગયા છે ૧૩૮.૬૮ મીટર ઉંચાઈ આ બંધ ધરાવે છે બંધ દેશમાં સૌથી ઉંચો બંધ છે બંધમાં ૩૦ દરવાજા રહેલા છે અને દરેક દરવાજાનું વજન લગભગ ૪૫૦ ટનની આસપાસ છે આ બંધમાં ૪.૭૩ મિલિયન ક્યુબિક પાણી સ્ટોર કરવાની ક્ષમતા રહેલી છે આ બંધથી ૬૦૦૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે બંધના નિર્માણમાં ૮૬.૨૦ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો. ૧૫ જિલ્લાના ૩૧૩૭ ગામોના ૧૮.૪૫ લાખ હેક્ટર ભૂમિને સિંચાઈની સુવિધા. વિજળીનો સૌથી વધારે હિસ્સો ૫૭ ટકા મધ્યપ્રદેશને. મહારાષ્ટ્રને વિજળીનો ૨૭ ટકા અને ગુજરાતને ૧૬ ટકા હિસ્સો. બીજી બાજુ રાજસ્થાનને માત્ર પાણી મળશે ૧.૨ કિલોમીટર લાંબો બંધ ૧૬૩ મીટર ઉંડો છે
નર્મદા બંધની વિશેષતા

Recent Comments