અમદાવાદ,તા.૨
સુપ્રીમ કોર્ટ દ્વારા ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોની તપાસ માટે નિયુક્ત કરાયેલી સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્)એ વિશેષ કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૦૨ નરોડા ગામ હત્યાકાંડમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ કેસના મુખ્ય આરોપી અને રાજ્યના પૂર્વ મંત્રી માયા કોડનાનીના બચાવમાં આપેલું નિવેદન ‘ભરોસાપાત્ર’ નથી અને તેથી કોર્ટે તેને ધ્યાનમાં લેવું જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડનાનીના બચાવમાં સાક્ષી તરીકે હાજર રહ્યા હતા અને કોર્ટને વિનંતી કરી હતી કે જ્યારે ઘટના ઘટી ત્યારે કોડનાની સ્થળ પર હાજર ન હતા તેઓ વિધાનસભામાં હાજર હતા તેમજ ૨૦૦૨ નરોડા ગામમાં તોફાનો થયા ત્યારબાદ માયાબેન સોલા સિવિલ હોસ્પિટલ ગયા હતા. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ગૌરાંગ વ્યાસે જસ્ટિસ એમ કે દવેને ગઈકાલે જણાવ્યું હતું કે માયાબેન કોડનાનીને બચાવવા માટે શાહનું નિવેદન ખાસ્સા લાંબા સમય બાદ કરાયું હોવાથી અપ્રસ્તુત છે. શાહનું નિવેદન ભરોસાપાત્ર નથી કારણ કે અન્ય કોઈ આરોપીએ માયાબેન સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હોવાનું જણાવ્યું નથી, તેમ વ્યાસે કોર્ટને જણાવ્યું હતું. શુક્રવારે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે. શાહે વિશેષ કોર્ટને જણાવ્યું હતું કે જે દિવસે નરોડા ગામમાં તોફાનો થયા તે દિવસે તેઓ માયાબેનને વિધાનસભામાં મળ્યા હતા અને બાદમાં સોલા સિવિલ ખાતે પણ મળ્યા હતા. નરોડા ગામ કેસ એ ૨૦૦૨ ગોધરા કાંડ પછી થયેલા નવ મુખ્ય કાંડ પૈકીનો એક છે જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટી કરી રહી છે.
માયા કોડનાનીને બચાવવા માટે અમિત શાહનું નિવેદન ભરોસાપાત્ર નથી : SIT

Recent Comments