(એજન્સી) તેલઅવિવ, તા.ર૮
રોહિંગ્યા મુસ્લિમ લઘુમતીઓના નરસંહારનો આરોપ લાગ્યો હોવા છતાં ઈઝરાયેલે બર્માને શસ્ત્રોનું વેચાણ બંધ કરવાનો ઈન્કાર કર્યો છે. કેટલાક માનવ અધિકાર નિરીક્ષકોની તપાસમાં બહાર આવ્યું છે કે, ઈઝરાયેલની કંપનીઓ દ્વારા બર્માને ૧૦૦ ટેંક અને હળવા શસ્ત્રોનું વેચાણ કરાયું છે. ઈઝરાયેલની હાઈકોર્ટમાં દાખલ કરાયેલ એક રિટમાં બર્માને શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધની માગણી કરાઈ હતી. કોર્ટમાં સરકારી અધિકારી શોષ સેમ્યુઅલે કહ્યું કે કોર્ટે ઈઝરાયેલના વિદેશી સંબંધોના મામલે કોઈ દખલ આપવી ન જોઈએ. રક્ષામંત્રાલયે પણ આવો જ સૂર માર્ચમાં રજૂ કર્યો હતો. ઈટેમેક નામના એક વ્યક્તિએ ૧૦ કાર્યકરો સાથે કોર્ટમાં અરજી કરી હતી કે, ઈઝરાયેલે બર્માના સૈન્યને શસ્ત્રો વેચવા ન જોઈએ. ઈઝરાયેલ ટાઈમ્સમાં છપાયેલ એક ખબર મુજબ બર્માની સેના યુદ્ધ અપરાધ કરી રહી છે ત્યારે શસ્ત્રોનું વેચાણ રોકવું જોઈએ તેમ અરજદારે કોર્ટને જણાવ્યું હતું. યુરોપિયન યુનિયન અને અમેરિકા બર્મામાં શસ્ત્રો ખડકી રહ્યું છે. ઈઝરાયેલ છેલ્લે કયારે શસ્ત્રો વેચ્યા તે રેકોર્ડ નથી. ર૦૧૧થી આવો કોઈ રેકોર્ડ ન હોવાનું સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. બર્માની સરકારના પ્રવકતાએ માનવતા સામેના અપરાધોનો આરોપ ફગાવી દીધો હતો. આ આરોપો પુરાવા વગરના છે. યૂનોની શરણાર્થી એજન્સીએ સહાય બમણી કરી દીધી છે. ૪,૮૦,૦૦૦ શરણાર્થી ૬૦ ટકા બાળકો બર્માથી બાંગ્લાદેશ આવી પહોંચ્યા છે.