જૂનાગઢ, તા. ર૧
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ માસ કોપી કેસના મામલે ૧૪ જેટલી કોલેજોને પ૦-પ૦ હજારનો દંડ ફટકારતા શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. જે ૧૪ કોલેજો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે તેમાં ભાજપના નેતા અને માજી મંત્રી જસાભાઈ બારડ, કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ભાજપના જેઠાભાઈ પાનેરા તેમજ જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળની કોલેજોનો સમાવેશ થાય છે. આ આકરા પગલાનાં કારણે શિક્ષણ વર્તુળમાં ચકચાર જાગી છે.
તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ભવન નિર્માણ માટે ભુમિપૂજનનો કાર્યક્રમ યોજવાની તૈયારી વચ્ચે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ જે.પી. મૈયાણીએ જૂનાગઢ જિલ્લાની ૧૪ કોલેજોને ગેરરીતી સબબ દંડ ફટકાર્યો હોવાનો નિર્દેશ આપ્યો હતો આ દરમ્યાન જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી, આ યુનિવર્સિટીના એક મહત્ત્વના નિર્ણયથી જૂનાગઢ અને ગીર સોમનાથના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીએ માસ કોપી કેસના મુદ્દે દોષિત ૧૪ કોલેજો સામે લાલ આંખ કરી પ૦-પ૦ હજાર રૂપિયાનો દંડ ફટકારી ૧૧પપ જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા છે. જે કોલેજો સામે પગલાં લેવાયા છે તેમાં મોટાભાગની રાજકીય ખેરખાંઓની કોલેજો છે. ભાજપના નેતા અને માજી મંત્રી જસાભાઈ બારડ, કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ભાજપના જેઠાભાઈ પાનેરા તેમજ જૂનાગઢ અને વંથલીના સ્વામિનારાયણ ગુરૂકુળની કોલેજોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કોડીનાર, સીમર, ઉના, ભાચા, સુપાસી, લોએજ અને વિસણવેલ સહિતની ૧૪ જેટલી સાયન્સ કોલજો સામે યુનિવર્સિટીઓએ આકરા પગલાં લીધા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉ. જે.પી. મૈયાણીએ જણાવ્યું હતું કે મારી ચેમ્બરમાં ઝ્રઝ્ર્‌ફ કેમરા મોનિટર ગોઠવેલ છે અને અમે સતત તમામ કોલેજો ઉપર સીધી નજર રાખી રહ્યા છીએ પરિણામે આ માસ કોપીની આખી ઘટના પકડી શકયા છીએ અને પરિણામે હવે રિઝલ્ટ વાસ્તવિક આવી રહ્યા છે. જૂનાગઢમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર ફેલાવનારા આ માસ કોપીનું કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ઓક્ટોબર ર૦૧૭ની સાયન્સના પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરના પેપરો નિરીક્ષક પ્રાધ્યાપકો પેપર ચકાસી રહ્યા હતા. ત્યારે કુલ ૧૧પપ જેટલા વિદ્યાર્થીઓના એક સરખા જવાબોથી નિરીક્ષકોને શંકા જતા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં બોલાવી ઉલટ તપાસ કરતા ૧૧પપ વિદ્યાર્થીઓએ લેખિતમાં સ્વીકાર્યું હતું કે અમેને આ કથિત કોલેજના સંચાલકો દ્વારા પરીક્ષા ખંડમાં માઈક દ્વારા લખાવવામાં આવ્યું હતું જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉ.જે.પી. મૈયાણી જણાવ્યું હતું કે આ અંગે અમારી ઉપર રાજકીય દબાણ પણ લાવવામાં આવ્યું હતું પરંતુ અમે જે દોષિત કોલેજો છે તેની સામે પગલા લીધા છે. અમે ઈચ્છીએ છીએ કે આ કોલેજો કોર્ટમાં જાય. પરંતુ તે નહીં જાય કારણ કે અમોએ વિદ્યાર્થીઓ પાસેથી બધુ લેખિતમાં લીધુ છે. ભાજપના નેતા અને માજી મંત્રી જસાભાઈ બારડ, કોંગી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ભાજપના જેઠાભાઈ પાનેરા તેમજ જૂનાગઢ અને વંથલીના સ્વામિનારાયણ ગુરૂકુળની કોલેજો તેમજ મોટાભાગની રાજકીય ખેરખાંઓની કોલેજો હોવાથી ઉપ કુલપતિ ઉપર દંડ નહીં કરવા ભારે દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ શિક્ષણના હિતમાં ઉપ કુલપતિ ડૉ. જે.પી. મૈયાણી અડગ રહ્યા છે. અમુક કોલેજોએ તો દંડની રકમ પણ ભરી દીધી છે. જે બાકી છે તેને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વિવિધ કોલેજોને દંડની નોટિસ ફટકારી તેની યાદી
અમર શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ સાયન્સ કોલેજ-ઘુસિયા (ગીર) ધારાસભ્ય ભગાભાઈ બારડ) ગીર સોમનાથ, આર્ટ્‌સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ-સુત્રાપાડા (માજી મંત્રી જસાભાઈ બારડ-ભાજપ) ગીર સોમનાથ, જે.એમ.પાનેરા સાયન્સ કોલજ-માણાવદર (જેઠાભાઈ પાનેરા-ભાજપ) જૂનાગઢ, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ આઈ.ટી. કોલેજ- જૂનાગઢ (સ્વામિનારાયણ ગુરૂકુળ-કાળવા ચોક), ભગવાનભાઈ દાનાભાઈ બારડ સાયન્સ (બી.એસ.સી) કોલેજ કોડીનાર ગીર સોમનાથ, મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ-સીમર-ગીર સોમનાથ, મહિલા સાયન્સ કોલેજ કોડીનાર-ગીરસોમનાથ, સહજાનંદ સાયન્સ કોલેજ-વંથલી (સ્વામિનારાયણ ગુરૂકુળ)-જૂનાગઢ, એ.આર.ભટ્ટ કોમ્પ્યુટર એન્ડ સાયન્સ કોલેજ-ઉના-ગીર સોમનાથ, અર્જુન બી.એસ.સી. કોલેજ-સુપાસી-ગીર સોમનાથ, સૌરભ આર્ટસ કોલેજ-વિસણવેલ-જૂનાગઢ, સોમનાથ આર્ટસ કોલેજ-કોડીનાર-ગીર સોમનાથ, વી.બી. નાંદોલા કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-ભાચા-ગીર સોમનાથ, વી.એમ. ચાંડેરા સાયન્સ કોલેજ-લોએજ-જૂનાગઢનો સમાવેશ થાય છે.