મુંબઈ,૪
દારુના નશામાં ચકચૂર થઈ ગયેલા બે મિત્રો મહારાષ્ટ્રના પ્રસિદ્ધ પર્યટક સ્થળ આંબોલી ઘાટ પરથી લગભગ ર૦૦૦ મીટર ઉંડી ખાઈમાં પડતા તેમનું મોત થયું હતું. અને આ ઘટનાનું તેમના અન્ય એક મિત્રએ તેના મોબાઈલ કેમેરામાં વીડીયો શુટીંગ કરી લેતા આ કરુણ ઘટના સોશિયલ મીડીયામાં ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે ર૬ વર્ષીય ઈમરાન ગરાડી અને ર૧ વર્ષીય પ્રતાપ રાઠોડના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પરંતુ મુશળધાર વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં તેમના મૃતદેહ શોધવા મુશ્કેલ થઈ ગયું હતું.