(એજન્સી) ગુડગાંવ, તા.૧૪
રાજધાની દિલ્હીના શાહદરા સ્થિત ગાંધીનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના પરિસરમાં એક પટાવાળાએ પાંચ વર્ષીય માસૂમ વિદ્યાર્થિની પર કથિતરૂપે બળાત્કાર ગુજાર્યોર્ હોવાની ઘટના અને ગુડગાંવની જ એક શાળામાં ૭ વર્ષીય બાળકની નિર્દયીપણે હત્યા થઇ હોવાની ઘટના હજુ તાજી છે ત્યાં હવે ગુડગાંવની જ એક સરકારી શાળામાં ૮ વર્ષીય બાળકી સાથે શાળામાં જ કથિતરૂપે છેડતી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સરકારી શાળામાં ૮ વર્ષની એક બાળકી સાથે એક શિક્ષકે જ છેડતી કરી છે. આ શિક્ષક નશાની હાલતમાં શાળાએ પહોંચ્યો હતો અને તેણે આ બાળકી સાથે આ શરમજનક હરકત કરી હતી. તેવામાં પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરતાં આરોેપી શિક્ષકની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપી શિક્ષકની તબીબી તપાસ કરાવી રહી છે, જેથી તે જાણી શકાય કે તે નશાની હાલતમાં હતો કે નહીં. દિલ્હીની એક ખાનગી શાળાના પરિસરમાં એક પટાવાળાએ પાંચ વર્ષીય માસૂમ વિદ્યાર્થીની પર કથિતરૂપે બળાત્કાર ગુજાર્યોર્ હોવાની ઘટના અને ગુડગાંવની જ એક શાળામાં ૭ વર્ષીય બાળકની નિર્દયીપણે હત્યા થઇ હોવાની ઘટના સામે આવ્યા બાદ દેશનો દરેક નાગરિક સ્તબ્ધ છે. આ હત્યાએ આપણને તે વિચારવા પર મજબૂર કરી દીધા છે કે હવે બાળકો હવે શાળામાં પણ સુરક્ષિત રહ્યા નથી.
નશામાં ધુત શિક્ષકે ૮ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરી

Recent Comments