(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
શહેરના કાપોદ્રા વિસ્તારની પરિણીતાને નશીલો પદાર્થ સુંગાડી લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારનાર બે ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ઝીરો નંબરથી દાખલ થઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ કાપોદ્રાની રહીશ પરિણીતાએ આરોપી પીયૂષ લક્ષ્મણ ડાગોદરા તથા તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૧/૫/૧૮થી તા. ૧૭/૫/૨૦૧૮ દરમિયાન આરોપીએ પરિણીતા પીડિતાને કાંઈક સુઘાડી ફરિયાદી સાથે અવારનવાર જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો અને ધાકધમકી આપી હતી અને માર માર્યો હતો. આ ઘટનામાં પીયૂષને તેના મિત્રએ પણ મદદ કરી હતી. કાપોદ્રા પોલીસે બન્ને વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી પોસઈ એ.જી. રબારીએ તપાસ હાથ ધરી છે.