લંડન, તા.૧૦
પાકિસ્તાનના પૂર્વ બેટસમેન નાસીર જમશેદ ટી-ર૦ સ્પોટ ફિક્સિંગ મામલામાં સાથી ક્રિકેટરોને લાંચ આપવાના ષડયંત્રમાં સામેલ હોવામાં દોષિત જાહેર થયો છે. બે અન્ય વ્યક્તિઓ યુસુફ અનવર અને મો.એઝાજે પણ પીએસએલ ખેલાડીઓને લાંચની ઓફરની વાત કબૂલી છે. ત્રણેયની સજા ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવશે.
તપાસ દરમ્યાન પોલીસને જણાવ્યા મળ્યું કે ર૦૧૬માં બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં પણ ફિક્સિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે પીએસએલ ર૦૧૭માં મેચ ફિક્સ કરાઈ હતી. બંને મામલામાં આ ઓપનિંગ બેટસમેને એક ઓવરના પ્રથમ બે બોલ ઉપર રન બનાવ્યા ન હતા. જેના બદલામાં તેને પૈસા અપાયા હતા. જમશેદે પીએસએલમાં નવ ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર વચ્ચે દુબઈમાં રમાયેલી મેચમાં ખેલાડીઓને ફિક્સિંગ માટે ઉશ્કેર્યા હતા. જમશેદ પાકિસ્તાન માટે ટેસ્ટ, વન-ડે અને ટી-ર૦ મેચ રમ્યો છે.