(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૮
પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખાણન અબ્બાસીએ સોમવારે કહ્યું કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નાસીર-ઉલ-મુલ્ક રપ જુલાઈના રોજ જાહેર ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી વચગાળાના વડાપ્રધાન તરીકે સેવા આપશે. અબ્બાસીના શાસક પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સૈયદ ખુરશીદ વચ્ચે વચગાળાના વડાપ્રધાનની પસંદગી અંગેના અઠવાડિયાથી ચાલતા વિવાદ બાદ આજે જાહેરાત કરવામાં આવી છે. હાલની સરકારનો શાસનકાળ ૩૧મેના રોજ પૂરા થાય છે જ્યારે જાહેર ચૂંટણીઓ રપ જુલાઈના રોજ યોજાશે. અબ્બાસીએ જણાવ્યું કે, નાસીર-ઉલ-મુલ્ક એવું નામ છે જેના પર કોઈ આંગળી ચીંધી શકે નહીં. તેમની વચગાળાના વડાપ્રધાન તરીકે નિમણૂક દેશ અને લોકતાંત્રિક રીતિઓ માટે ફાયદાકારક સાબિત થશે ! વિપક્ષ નેતા ખુરશીદ અહેમદ શાહે પણ આ નિમણૂક અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને તેને યોગ્ય ગણાવી છે.