(એજન્સી) તા.રર
પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહેે સંપૂર્ણ દેશમાં મોબલિંચિંગની ઘટનાથી પીડિત લોકોના પારિવારિક સભ્યો પ્રતિ રવિવારે (ર૧ જુલાઈ ર૦૧૯)એ એકજૂથતા દર્શાવી. હોલીવૂડ ફિલ્મોમાં પણ ઘણું નામ કમાઈ ચૂકેલા શાહે દાદરમાં સ્ટેટ કંપ્લિસિટી ઈન હેટ ક્રાઈમ્સના વિષય પર રાષ્ટ્રીય સંમેલનમાં આ વાત કહી. તેમણે જણાવ્યું કે, ભીડ દ્વારા મારીને હત્યા કરવાની ઘટનાઓના પીડિત લોકોના પરિવારોએ ઘણું દુઃખ સહન કર્યું છે. કાર્યક્રમનું આયોજન ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શાહે આગળ જણાવ્યું કે હું પીડિત પરિવારની સાથે આ કાર્યક્રમમાં હોવામાં ગર્વ અનુભવું છું અને તેમના સાહસને સલામ કરું છું. તેમણે પોતાના જીવનમાં આપણા કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આપણે તેમની મુશ્કેલીઓનો બે ટકા પણ સામનો કર્યો નથી. ફિલ્મ અભિનેતાએ જણાવ્યું કે તેમણી ટિપ્પણીઓ માટે સામાન્ય રીતે તેમની ટીકા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો મને દેશદ્રોહી કહે છે, કેટલાક મને પાકિસ્તાન જવા માટે કહે છે પરંતુ આ કટાક્ષ ભીડના હુમલાનો સામનો કરનારા લોકોની પીડાની સરખામણીએ કંઈ પણ નથી. મારી સહાનુભૂતિ અને મારો સાથ હંમેશા આ લોકોની સાથે રહેશે. જણાવી દઈએ કે બોલીવુડ અભિનેતા નસીરૂદ્દીન શાહે પહેલાં પણ દેશમાં મોબલિંચિંગની વધતી ઘટનાઓની ટીકા કરી ચૂકયા છે. તેમણે જણાવ્યું હતું કે બુલંદશહેરમાં ભીડ દ્વારા એક પોલીસ કર્મચારીની હત્યા પર ગાયના મોતને મહત્ત્વ આપવામાં આવી રહ્યો છે.
મોબલિંચિંગના પીડિતોના દુઃખમાં સહભાગી થયા : નસીરૂદ્દીન શાહ

Recent Comments