અમદાવાદ,તા.૧પ
દેશભરમાં શૈક્ષણિક સામાજિક સ્કોલરશીપ, રોજગાર, અનાથ, ગરીબોને મદદ, વિદ્યાર્થીઓની વિવિધ જાતની ટ્રેનિંગ આપવા અને પ્રોફેશનલ્સમાં ઘડતર કરવા માટે સેમિનારો અને વર્કશોપનું આયોજન સહિત વિવિધ કાર્યો એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ સંસ્થા કરી રહી છે. ભારતના પ્રતિષ્ઠિત યુવાનો અને પ્રોફેશનલની સંસ્થા એવી એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ (એએમપી) સંસ્થાના ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ઘણા યુનિટ સક્રિય છે. ત્યારે એએમપી દ્વારા તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી દરમ્યાન દેશભરમાંથી શિક્ષણ અને શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા પ્રતિભાશાળી ૧૦૦ શિક્ષણવિદોને નેશનલ એવોર્ડ ફોર એકસેલન્સમાં પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડની યાદીમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી લઈને જામિયા મીલિયા દિલ્હી સહિત બેંગ્લોર, હૈદરાબાદથી પણ ખ્યાતનામ શૈક્ષણિક અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અમવાના ડો. મહેરૂન્નીસા દેસાઈ, અમન ટ્રસ્ટના એ.ટી. સિંધી, પીએમઈટી ટ્રસ્ટના મો. યુસુફ લાટ, સુરતના સુલેમાન પટેલ અને સ્કોલર ગ્રુપના ડો. બિલાલ શેઠને એએમપી દ્વારા નેશનલ એવોર્ડ ફોર એકસેલેન્સ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે એએમપીના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ જાબીર ચોકસીએ એવોર્ડ મેળવનારા ગુજરાતના પાંચ શિક્ષણવિદોને બિરદાવ્યા છે.
Recent Comments