(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્મય સ્વામીએ નેશનલ હેરલ્ડ કેસની સુનાવણીમાં દિલ્હીની કોર્ટમાં એક એક વિવાદીત નિવેદન કરીને બધાને આંચકો આપ્યો. નેશનલ હેરલ્ડ કેસમાં કોંગ્રેસના પહેલા પરિવાર પર છેતરપિંડીનો આક્ષેપ છે. સ્વામીએ કહ્યું કે આગામી આઝાદી દિવસે ગાંધી પરિવારની દોષી ઠેરવવામાં આવશે. સ્વામીએ એવી પણ રજૂઆત કરી કે ૨૭ ડિસેમ્બરના આવકવેરાના આદેશમાં કોંગ્રેસના ૯૦.૨૫ કરોડની લોનને દાવાનો ખોટો ઠેરવવામાં આવ્યો છે. અને તેને સંપૂર્ણપણે બોગસ ગણવામાં આવ્યો છે. સ્વામીએ કહ્યું કે દસ્તાવેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે યંગ ઈન્ડીયન ટેક્ષ છૂટછાટ પ્રમાણપત્ર રદ કરી નાખ્યું હતું. સ્વામીએ કહ્યું કે દસ્તાવેજમાં ગાંધી સામેના મારા આક્ષેપને સાબિત કરે છે કે. દસ્તાવેજને આધારે સ્વામીએ આ કેસનો ઝડપથી નિકાલ કરવાની માંગણી કરી. તેમણે કહ્યું કે કેટલાક અજાણ્યા લોકોએ શુક્રવારે સવારના અખબાર સાથે મને આ દસ્તાવેજો આપી ગયાં હતા. સ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા આવકવેરાના દસ્તાવેજને મહોરબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો. સ્વામીએ દાવો કર્યો હતો કે આઈટીનો આકારણી આદેશ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવ્યો હતો. જે શનિવારે નવી દિલ્હી મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અંબિકા સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો જે સાબિત કરે છે કે આવકવેરા વિભાગે પણ મારી ફરિયાદને અનુમોદન આપ્યું છે અને ગાંધી પરિવાર વિરૂદ્ધના મારા આક્ષેપો સાચા છે. સ્વામીના આક્ષેપાનુસાર, આઈટી ઓર્ડરમાં એવું કહેવામાં આવ્યું કે દિલ્હી, મુંબઈ, લખનઉ સહિત વિવિધ શહેરોમાં એજેએલની સંપત્તિના માર્કેટ આકારણીમાં જમીન તથા ૨,૦૦૦ કરોડ કરતાં પણ વધારેની સંપત્તિ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૦ ચેરીટીના હેતુસર યંગ ઈન્ડીયન કંપનીને બીજા કંપનીમાં ભેળવી દેવામાં આવી. સોનિયા અને રાહુલ કંપનીમાં ૩૮ ટકા શેર ધરાવે છે. કોંગ્રેસના નેતા ઓસ્કાર ફર્નાડિઝ અને મોતીલાલ વોરા ૨૪ ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૫ માં સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આ તમામને જામીન મળી ચૂક્યાં છે.