(એજન્સી)
મુંબઈ, તા.ર૧
આમ તો કોંગ્રેસ માટે કેટલાય દિવસોથી ખુશીનો માહોલ હતો પણ હવે ખરાબ સમાચાર આવ્યાં છે. હોઈકોર્ટે પાર્ટીને નારાજ કરી છે. હેરાલ્ડ હાઉસનાં કેસમાં કૉંગ્રેસ પાર્ટીને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસ પાર્ટીને ૫૬ વર્ષ જૂના હેરાલ્ડ હાઉસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પછી હવે કોંગ્રેસ પાર્ટીને ૨ અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે નહી. તો કડક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એલ.એન.ડી.ઓ. લીઝ રદ કરવાના નિર્ણયને રદ કરવાથી હાઇકોર્ટે શુક્રવારે ઇનકાર કર્યો અને કોંગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે ૩૦ ઑક્ટોબરે એજેએલને એલએનડીઓએ નોટીસ મોકલીને ૧૫ નવેમ્બર સુધીમાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો જેનો એજેએલ દ્વારા હાઇકોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે એલએનડીઓના લીઝ રદ કરવાના નિર્ણયમાં હાઇકોર્ટમાં વિરોધ નોંધવ્યો હતો, પરંતુ આજે હાઇકોર્ટે એજેએલની અરજીને રદબાતલ કરી નાખી છે.
આ કેસ દિલ્હી હાઇકોર્ટમાં નેશનલ હેરાલ્ડના પ્રકાશન એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં કેન્દ્રના તે આદેશને પડકાર આપવામાં આવ્યો હતો કે જેમાં ૫૬ વર્ષ જૂની લીઝ સમાપ્ત થઈ હતી અને આઈટીઓ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. કેસની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિ સુનીલ ગૌરે સરકારની ૩૦ ઑક્ટોબરની નોટિસ વિરુદ્ધ એજેએલની અરજી પર ૨૨ નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.