કુદરતના રંગોમાંથી પ્રેરણા લઈને આપણે આપણી જિંદગીઓને જુદા-જુદા રંગે રંગીએ છીએ. કોઈ ઋતુનું સમાપન થાય તો નવી ઋતુને આવકારવા માટે એ પ્રકારના ઉત્સવોનું આયોજન કરીએ છીએ. જેમ કે આપણા દેશમાં જ શિયાળો પૂરો થાય તો વસંતને આવકારવાના  તહેવારો છે. ઉનાળો પૂરો થાય તો ચોમાસાને આવકારવાના તહેવારો છે. વળી હોળી, બૈશાખી વગેરે જેવા ઉત્સવો તો પાછા રંગો સાથે જોડાયેલા છે.

વિશ્વમાં અન્યત્ર પણ મોસમના મિજાજ મુજબ ઉત્સવો ઉજવાય છે. ટૂંકમાં કહીએ તો માનવી પ્રકૃતિના રંગે રંગાઈને તેની નકલ કરીને તેમાં ઓતપ્રોત થવાનો પ્રયાસ કરે છે.

પ્રથમ તસવીર આફ્રિકાના જંગલમાં ફરવા ગયેલા ભૂગોળ અને જીવવિજ્ઞાનના નિવૃત્ત શિક્ષક જેનિફર ગોલ્ડે ઝડપી છે. પ્રકૃતિના ખોળે ખેલી રહેલા કાચિંડાની અંગભંગિમાઓની સૂક્ષ્મતા સાથેની આ તસવીરમાં તેનો મિજાજ પણ અદ્‌ભુતપણે ઝીલાયો છે. 2જ્યારે બીજી તસવીર તો પહેલે નજરે જ જાણીતી લાગે છે કારણ કે તે આપણા દેશના ઉત્તર ભારતીય પટ્ટાની જ છે કે જ્યાં રંગોનો ઉત્સવ હોળી ભારે રંગેચંગે ઉજવાય છે. જેમાં રંગે ભીંજાયેલી મહિલાઓનો સમૂહ પરંપરા, લજ્જા અને ઉત્સાહના રંગોથી પણ રંગાયેલો જોવા મળી રહ્યો છે.