સુરેન્દ્રનગર,તા.૧
દસાડા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા પાટડી ખાતે સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટડી શહેરની અંદર બાઈક રેલી સ્વરૂપે નિકળી સર્કીટ હાઉસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસ અગ્રણી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પાટડીના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
નૌશાદ સોલંકીએ જણાવ્યું હતુ, કે છેલ્લા ઘણા સમયથી પાટડીના મત વિસ્તારમાં ભાજપના મોટા માથા અને સત્તા હતી. છતા આ વિસ્તારનો વિકાસ થયો નથી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ખેડૂતોના ખેતર સુધી હજુ પાણી નથી પહોંચ્યુ મોંઘવારીમાં પણ વધારો થયો છે. લાલજીભાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જુઠાણા ચલાવે છે. અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે આટલા વર્ષ થવા છતા ખેડૂતોને નથી મળી રહ્યા પાક વીમા ૧૮૦૦ તલાટીની ભરતી આવી હતી. જેમા ૧૯ લાખ ફોર્મ ભરાયા હતા. આમા યુવાનોની બેરોજગારી સ્પષ્ટ દેખાય છે.