(એજન્સી) તા.૧૦
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આપેલી માહિતી મુજબ એક પેલેસ્ટીની માનવાધિકાર કાર્યકર્તાની નવા દમનકારી સાઈબર લો હેઠળ અટકાયત કરવામાં આવી છે. જેને માનવાધિકાર સંગઠનો અભિવ્યક્તિની આઝાદી સામે મોટો હુમલો ગણાવી રહ્યા છે. આ કાર્યકર્તાનું નામ ઇસા એમરો છે. જે ઈઝરાયેલ વસાહતી વિરોધી યુથનો કોઓર્ડિનેટર છે. હેબ્રોનમાં તે ઈઝરાયેલ વિરોધી નીતિઓ સામે અવાર-નવાર વિરોધ દર્શાવતા રહે છે. તેમની ૪ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર સોશિયલ મીડિયા પર પેલેસ્ટીની તંત્રની મુશ્કેલી વધારતી પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમની સામેની સુનાવણીમાં હેબ્રોનની જિલ્લા અદાલતે કહ્યું કે તેમની અટકાયત ચાર દિવસ માટે આગળ વધારાય છે કારણ કે તેમને પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં ત્યાં ઈલેક્ટ્રોનિક ક્રાઈમ લો અમલી બન્યો છે. આવો જ કાયદો વેસ્ટ બેન્કમાં પણ લાગુ છે જે કાયદા હેઠળ સરકાર કે તેના કોઈપણ અધિકારી કે નેતાની સોશિયલ પ્લેટફોર્મ પર ટીકા કરવા પર પ્રતિબંધ છે. મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના ડિરેક્ટર મગદાલેના મુગરાબીએ જણાવ્યું કે આજે જે અમારા કાર્યકર્તા વિરૂદ્ધ નિર્ણય કરાયો છે તેના કારણે ભરપૂર સંકેત મળી રહ્યા છે કે, આગામી સમયમાં જોરદાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે પેલેસ્ટીનની સરકારે આ નવો કાયદો ઝડપથી સ્વીકારો લીધો છે. જે ચિંતાનો વિષય છે. જો કે પેલેસ્ટીનના એટોર્ની જનરલ અહેમદ બરાકે સ્પષ્ટતા કરી હતી કે અમારો કાયદો કોઈપણ પ્રકારની અભિવ્યક્તિની આઝાદીનું હનન કરતું નથી.