નવી દિલ્હી,તા. ૧૭
સરકાર નવી હજનીતિ બનાવવા જઇ રહી છે જેમાં એકથી વધુ વખત હજ યાત્રા કરી ચુકેલા લોકો પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. નવી હજનીતિ ૨૦૧૮નું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને આગામી વર્ષથી હજ યાત્રા આ નવી હજ નીતિ હેઠળ આયોજિત કરવામાં આવશે. નવી હજ નીતિના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં દરિયાઈ માર્ગથી પણ હજ યાત્રાને બીજી વખત શરૂ કરવાના વિકલ્પ ઉપર વિચારણા ચાલી રહી છે. નવી નીતિમાં આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે, વારંવાર હજ યાત્રા કરનાર લોકો ઉપર રોક મુકવામાં આવશે. જીવનમાં એક જ વખત હજ યાત્રા પર જવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. લઘુમતિ બાબતોના મંત્રાલયના સુત્રોએ કહ્યું છે કે, નવી હજ નીતિના સંદર્ભમાં જુદા જુદા સંબંધિત લોકો સાથે વાતચીત કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૨ના આદેશ મુજબ આ નીતિ લાગૂ કરવામાં આવનાર છે જે હેઠળ હજ યાત્રાને સરળ, સસ્તી અને પારદર્શી બનાવવામાં આવશે. ગરીબ લોકોને પણ હજયાત્રાની તક મળી શકે તેનો હેતુ રહેલો છે. ગરીબ લોકો વારંવાર હજ યાત્રાથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં નવી હજ નીતિમાં આ દરખાસ્તને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમીર લોકો વારંવાર હજ યાત્રા ઉપર પહોંચી જાય છે. આના બદલે હવે જીવનમાં એક જ વખત હજ યાત્રા પર જવાની જોગવાઈ કરવામાં આવે તેવીશક્યતા છે. આનો મુખ્ય હેતુ ગરીબથી ગરીબ લોકો પણ હજ યાત્રાની તક આપવાનો છે. હજ સબસિડીને ખતમ કરવા સાથે સંબંધિત જુદા જુદા પાસાઓ ઉપર પણ ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે, હજ નીતિ ૨૦૧૮ નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય કમિટિ પોતાના રિપોર્ટને તૈયાર કરવાને લઇને અંતિમ તબક્કામાં છે. નવી નીતિને આ મહિનાના અંત સુધી જારી કરી દેવામાં આવશે. નવી હજ પોલિસીનો ઉદ્દેશ્ય હજની સંપૂર્ણ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવાનો છે. હજ યાત્રા માટે જુદી જુદી સુવિધાઓને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. દરિયાઈ માર્ગથી હજ યાત્રા શરૂ કરવામાં આવનાર છે. હજ યાત્રીઓને મુંબઈથી દરિયાઈ માર્ગ મારફતે જિદ્દાહ જવાનો સિલસિલો ૧૯૯૫માં રોકી દેવાયો હતો. હજ યાત્રીઓને દરિયાઈ માર્ગથી મોકલવા પર યાત્રા સંબંધિત ખર્ચમાં ઘટાડો થશે. જહાજમાં જવાથી સમયમાં એક સાથે ચારથી પાંચ હજાર લોકોને લઇ જવાશે. નકવીએ કહ્યું હતું કે, મુંબઈથી જિદ્દાહ વચ્ચે ૨૩૦૦ નોટિકલ માઇલના અંતરને એક બાજુના અંતરને બે ત્રણ દિવસમાં પૂર્ણ કરી શકાય છે જ્યારે જુના જહાજથી જવામાં ૧૦થી ૧૫ દિવસ લાગતા હતા. દરિયાઇ માર્ગથી હજ યાત્રા શરૂ કરવાના સંદર્ભમાં ૨૮મી ઓગસ્ટના દિવસે ઉચ્ચ સ્તરીય બેઠક થશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં લઘુમતિ મંત્રાલયના ટોપ અધિકારીઓ સામેલ થશે. નકવીએ કહ્યું હતું કે, દરિયાઈ માર્ગથી હજ યાત્રાના સંદર્ભમાં સાઉદી અરબની સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે. હજ ૨૦૧૭ માટે હાજીઓના જથ્થાને રવાના કરવાની પ્રક્રિયા ૨૪મી જુલાઈના દિવસે શરૂ કરવામાં આવી હતી. સઉદી અરબ દ્વારા ક્વોટામાં વધારો કરવામાં આવ્યા બાદ હજ કમિટિ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ૧૨૫૦૨૫ હજ યાત્રા પર જઈ રહ્યા છે. ૪૫૦૦૦ હજ યાત્રી પ્રાઇવેટ ટુર ઓપરેટરના માધ્યમથી હજ ઉપર જઈ રહ્યા છે. આ વર્ષે ભારતમાં કુલ ૨૧ કેન્દ્રોથી કુલ ૧૭૦૦૨૫ હજ યાત્રી જઇ રહ્યા છે. હજુ સુધી પ્રથમ તબક્કામાં ૬૫૦૦૦ હજ યાત્રી રવાના થઇ ચુક્યા છે. પ્રથમ તબક્કામાં દિલ્હી, ગોવા, ગુવાહાટી, કોલકાતા, લખનૌ, શ્રીનગર વારાણસીથી યાત્રી સાઉદી જવા રવાના થઇ ચુક્યા છે. બીજા તબક્કામાં હાજી બેંગ્લોર, ભોપાલ, રાંચી, નાગપુર, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, કોચી, ઔરંગાબાદ, અમદાવાદથી રવાના થઇ રહ્યા છે. બીજા તબક્કાની પૂર્ણાહૂતિ ૨૬મી ઓગસ્ટના દિવસે થશે.
નવી હજનીતિમાં વારંવાર હજયાત્રાએ જવા પર પ્રતિબંધની શક્યતા

Recent Comments