અમરેલી,તા.૩૦
રાજ્યની ભજપ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો ઉદ્યોગપતિઓને સોંપતા લોકોને મળતી આરોગ્ય સેવાઓ ખાડે ગઈ છે. તાજેતરમાં જ કચ્છમાં અદાણી સંચાલિત હોસ્પિટલમાં એક મહિનાની અંદર ર૧ માસુમ બાળકોના મૃત્યુ થતા તેનું જવાબદાર કોણ તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મીડિયા સેલના કન્વીનર કાતરીયાએ ભાજપની સરકાર સામે રોષ ઠાલવતા જણાવેલ હતું.ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ દ્વારા સરકારી હોસ્પિટલો પીપીપી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના બ્રાઉન ફિલ્ડ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલો ઉંદ્યોગપતિના હવાલે કરેલ છે.ત્યારે આવા ઉદ્યોગપતિઓ પોતાના ફાયદાઓ માટે સરકાર પાસેથી હોસ્પિટલો લઈ બાદમાં લોકોને આરોગ્ય સેવાઓ બરાબર આપી શકતા ના હોઈ જેથી હોસ્પિટલ મેનેજમેન્ટ તેઓ દ્વારા થઈ શકતું ના હોઈ અને આરોગ્ય પ્રત્યેની સેવાઓ માટે જવાબદારી બરોબર ના નિભાવતા હોવાનું તાજેતરમાં જ કચ્છની અદાણી હોસ્પિટલમાંથી સામે આવ્યું છે.