(એજન્સી)
ઈન્દોર, તા.૧૧
ચૂંટણીના અંતિમ દિવસે કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, મોદીજી એક દુલ્હન જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધારે ખખડાવે છે જેથી આસપાસના લોકોને ખબર પડે કે તે કામ કરે છે. આવું જ મોદી સરકારમાં ચાલ્યું. કામના બદલે માત્ર પ્રચાર ચાલ્યો. મોદીજી ખોટું બોલે છે. લોકોને ના રામ મળ્યા ન રોજગાર, હર ગલીમાં મોબાઈલ ચલાવતા બેરોજગાર મળ્યા. સિદ્ધુએ ભાજપને કાળા અંગ્રેજ બતાવ્યા. કોંગ્રેસ પાર્ટીનું આઝાદીમાં યોગદાનની સરાહના કરી. કોંગ્રેસ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે. મહાત્મા ગાંધીએ ગૌરા અંગ્રેજોથી છૂટકારો અપાવ્યો. હવે તમે ઈન્દોર વાસીઓ કાળા અંગ્રેજોથી દેશને છૂટકારો અપાવો.
સિદ્ધુએ આરોપ લગાવ્યો કે ભાજપે ધનિકોને બેંકો લૂંટવા બાદ દેશ છોડવાની અનુમતિ આપી.

દેશને “કાળા અંગ્રેજો”થી આઝાદી અપાવો : સિદ્ધુ

(એજન્સી) ઈન્દોર, તા.૧૧
પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ ભારતીય જનતા પાર્ટીને અંગ્રેજોનો પક્ષ ગણાવ્યો હતો. મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં શુક્રવારની રાત્રે એક જનસભામાં સિદ્ધુએ મહાભારતના કૌરવો-પાંડવોના યુદ્ધના એક પ્રસંગનો ઉલ્લેખ કરતા કરતા કહ્યું, “દુર્યોધન પોતાની માં ગાંધારી પાસે ગયા અને કહ્યું, માં, મને આશિર્વાદ આપ, તે એ વિચારીને માં પાસે ગયો હતો કે, માં તપસ્વી છે, તે આશિર્વાદ આપશે કે, “વિજયી ભવ” તો મારી જીત સુનિશ્ચિત છે, પરંતુ ગાંધારીએ કહ્યું, બેટા જ્યાં ધર્મ હશે, ત્યાં જીત હશે.” સિદ્ધુએ ભાજપની રાષ્ટ્રભક્તિ પર કટાક્ષ કરતાં કહ્યું, કોંગ્રેસ એ પક્ષ છે, જેણે દેશને આઝાદી અપાવી. આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીનો પક્ષ છે. તેમણે ગોરાઓથી આપણને આઝાદી અપાવી હતી અને તમે ઈન્દોરવાળા હવે “કાળા અંગ્રેજો”થી આ દેશને આઝાદી અપાવો. આ ચોરોથી, ચોર ચોકીદારોથી આ દેશને આઝાદી અપાવો. ઈન્દોરમાં ૧૯ મેના રોજ મતદાન થશે. ભાજપના ગઢ ગણાતા આ શહેરમાં ભાજપથી શંકર લાલવાની અને કોંગ્રેસથી પંકજ સંઘવી ઉમેદવાર છે.

મોદી લાયર-ઈન-ચીફ (જૂઠ્ઠાના સરદાર), અંબાણી અને અદાણીના મેનેજર : નવજોત સિદ્ધુના વડાપ્રધાન પર પ્રહાર

(એજન્સી) ભોપાલ, તા.૧૧
ચૂંટણી પંચ દ્વારા નોટિસના તુરંત બાદ કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોતસિંઘ સિદ્ધુએ શનિવારે વડાપ્રધાન મોદી પર પ્રહાર યથાવત રાખતા તેમને ‘લાયર-ઈન-ચીફ’ (જૂઠ્ઠાણાઓના વડા) અને અંબાણી તેમજ અદાણીના બિઝનેસ મેનેજર ગણાવ્યા હતા.
અમેરિકન ન્યુઝ મેગેઝીન ટાઈમના તાજેતરના અંકના કવરપેજ પર વડાપ્રધાન મોદીની છબી ‘ડિવાઈડર-ઈન-ચીફ’ તરીકે પ્રસિદ્ધ થયા બાદ સિદ્ધુએ આ ટિપ્પણી કરી હતી. આ સિવાય કોંગ્રેસ નેતાએ મોદીજીની નવોઢા સાથે સરખામણી કરતા કહ્યું મોદીજીએ દુલ્હનની જેમ છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધુ રણકાવે છે જેથી મહોલ્લાવાળાઓને લાગે કે તેણી કામ કરી રહી છે. મોદી સરકારમાં આજ થયું છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભોપાલમાં મોદીના ‘રાફેલના દલાલ’ અને ‘રાષ્ટ્રદ્રોહી’ ગણાવવા બદલ સિદ્ધુને ચૂંટણીપંચે નોટિસ ફટકારી હતી.