(એજન્સી) લાહોર, તા.૧૩
પાકિસ્તાનના પદભ્રષ્ટ પીએમ નવાઝ શરીફના પત્ની કુલસુમ નવાઝે શુક્રવારે એનએની ૧૨૦ બેઠકો પર થઇ રહેલ ઉપચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક તેમના પતિને અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ ખાલી થઇ હતી. પીએમએલ-એને કુલસુમ નવાઝને આ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૧૯૯૯માં મુશર્રફ દ્વારા નવાઝનો તખ્તાપલટ કર્યા બાદ કુલસુમે પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું હતું.