(એજન્સી) લાહોર,તા.૧
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહમંત્રી જાવેદે બુધવારે કહ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી શરીફની મેડિકલ રીપોર્ટમાં કાંઈપણ વિદેશમાં સારવાર કરવાનું કહેવામાં આવ્યું નથી. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને શરીફને અડીયાલા જેલમાંથી એક જાણીતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાવેદએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ડૉક્ટરોના નિર્દેશ પર શરીફને પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં રાખવામાં આવ્યા છે. જાવેદે સારવાર માટે લંડન મોકલવાની અફવાઓનું ખંડન કર્યું હતું. શરીફની તબિયતમાં સુધારો થતા તેઓને ફરીવાર જેલ મોકલવામાં આવ્યા હતા. આ પેહલા રવિવારના રોજ નવાઝ શરીફને રાતે જેલમાં તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.