(એજન્સી) કોલકાતા, તા.૪
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે એનસીઈઆરટીના અભ્યાસક્રમને અડધો કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે, હાલનો અભ્યાસક્રમ ઘણો લાંબો હોવાથી ગૂંચવણભર્યો છે. ભણવાની સાથે બાળક માટે શારીરિક શિક્ષણ, નીતિ શિક્ષણ અને જીવન જીવવાની કળાનું શિક્ષણ જરૂરી છે અને તેથી હાલના અભ્યાસક્રમને ઘટાડી અડધો કરવામાં આવશે.