(એજન્સી) પૂના, તા.૩૧
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકરો દ્વારા અલીગઢમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવાના વિરોધમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેનો વિરોધ કરવા મૌન કૂચ યોજી હતી. થાણેના એનસીપીના પ્રમુખ આનંદ પરાંજપેએ મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હિન્દુ મહાસભા દ્વારા કરાયેલ ઉજવણીને વખોડી કાઢી હતી. હિન્દુ મહાસભાના મંત્રી પૂજા શકુન પાંડેએ આ ઉજવણી કરી હતી. એનસીપીએ માગણી કરી છે કે અખિલ ભારતીય મહાસભા પર તાકિદે બાન મૂકી સરકારે પાંડેની ધરપકડ કરવી જોઈએ. મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હિન્દુ મહાસભાએ મહાત્મા ગાંધીની નનામીને ગોળી મારી હતી. આ કૃત્ય ઘૃણાસ્પદ હતું. હિન્દુ મહાસભાના કાર્યકરોએ ગાંધીના હત્યારા ગોડસેની તરફેણમાં સૂત્રો પોકારી મિઠાઈ વિતરણ કર્યું હતું. એનસીપીના નેતાઓએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન મોદી માત્ર ગાંધીનો મુખુટો પહેરે છે. પરંતુ તેમના હૃદયમાં માત્ર ગોડસેના વિચારો રમે છે. દેશ હજુય મહાત્મા ગાંધીજીની નનામીને ગોળી મારવી એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. ગાંધીના મોક કિલીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેની વ્યાપક ટીકા થઈ હતી. એનસીપીના સેંકડો કાર્યકરો મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ ઊભા રહી મૌન વિરોધ દેખાવો યોજ્યા હતા.