(એજન્સી) પટણા, તા.૯
બિહારમાં એનડીએમાં તિરાડના અહેવાલો વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના વડા ઉપેન્દ્ર કુશવાહા પટણા પહોંચ્યા અને તેમણે ભારપૂર્વક કર્યું કે, એનડીએ એક છે પરંતુ સૂત્ર કંઇક અન્ય જ કહાની બતાવી રહી છે. હકીકતમાં ભાજપ દ્વારા મિત્રતા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુશવાહા હાજર ન હતી અને ત્યારબાદ એનડીએમાં ફૂટના અહેવાલોને બળ મળ્યું હતું. કુશવાહાએ પટણામાં કહ્યું કે, તે ખાનગી કારણોથી ભોજનમાં સામેલ થઇ શકયા નહીં તથા તેને કોઇ અન્ય નજરથી ન જોવામાં આવે. દિલ્હીથી ત્રણ દિવસના પ્રવાસ પર પટણા પહોંચેલા કુશવાહાએ વિમાની મથક પર પત્રકારોને કહ્યું કે, હું અંગત કારણોસર કાર્યક્રમમાં સામેલ થયો ન હતો પરંતુ મારી પાર્ટીના અન્ય લોકો ત્યાં હાજર હતાં. મહેરબાની કરી તેનો કોઇ અન્ય અર્થ કાઢવામાં આવે નહીં. બિહારમાં એનડીએ એક છે જયારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમનો ભોજમાં સામેલ ન થવાનું એ બતાવતું નથી કે, એનડીએના તેમના સાથીઓ વચ્ચે કેટલાક મતભેદ છે તેના પર તેમણે કહ્યું કે ભોજમાં અમિત શાહની પણ હાજરી ન હતી. શું તમે એ સવાલ તેમને કરી શકો છો. જો કે, કુશવાહા પાર્ટીના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નાગમણિના તે નિવેદન પર કંઇ કહેતા બચતા નજરે પડયા જેમાં તેમણે કહ્યું કે, જો કુશવાહાને નેતા જાહેર કરવામાં આવે તો એનડીએને લોકસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાનાર રાજય વિધાનસભા ચૂંટણીમાં લાભ થશે. આ સવાલ પર કુશવાહાએ કહ્યું કે, આ સવાલ તમારે નાગમણિને પૂછવો જોઇએ. એ યાદ રહે કરે બિહાર વિધાનસભામાં જેડીયુના ૭૦ ધારાસભ્ય છે જયારે લોકસભા બેઠકના મામલામાં તે રામવિલાસની એલજેપી અને કુશવાહાની આરએલએસપીથી પાછળ છે. જેડીયુએ ૨૦૧૪ લોકસભા ચુંટણી એકલી લડી હતી જયારે બિહાર વિધાનસભામાં આરજેડી તથા કોંગ્રેસની સાથે મળી મહાગઠબંધનની સરકાર બનાવી હતી. પરંતુ તેણે મહાગઠબંધન કરી ભાજપથી ગઠબંધન કરી લીધુુ દરમિયાન રાજદના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા આવવા ઇચ્છે છે તો મહાગઠબંધનમાં વિચાર કરવામાં આવશે મહાગઠબંધનમાં કોઇ મોટું નાનું નથી,તમામ ભાઇ ભાઇ છે.કુશવાહા મન બનાવે વાત કરે ત્યારબાદ કાંઇક થશે તેજસ્વીએ કહ્યું કે નીતીશકુમાર સીનિયર હોઇ શકે છે પરંતુ મત બેંક કુશવાહાની પાસે વધુ છે.તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એનડીએમાં રહેશે તો અમને લાભ થશે.કુશવાહા માટે એનડીએમાં જગ્યા નથીતે ભાજપની વિચારધારાની વિરૂધ્ધ રાજનીતિ કરે છે.