(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
સેક્સ ટેપ વાયરલ થવાની ૧ર મિનિટ બાદ ભાજપે હિમાચલપ્રદેશના બે નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. હિમાચલપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગણેશ દત્તે આ વાતની પુષ્ટિ કરી હતી જે નેતાઓને સસ્પેન્ડ કરાયા છે તેમાં કુલ્લુ જિલ્લા ભાજપના એક નેતા અને પક્ષના યુવા મોરચાના નેતા સામેલ છે. વાયરલ વીડિયોમાં બન્ને નેતાઓ એકબીજાને આલિંગન આપી સેક્સ ખેલ ખેલી રહ્યા હતા. કપલે સ્વેચ્છાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ વીડિયો કેવી રીતે લીક થયો તે બહાર આવ્યું નથી. હિમાચલપ્રદેશ પોલીસે આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને વીડિયો વાયરલ કરવા સામે ચેતવણી આપી છે. બીજા એક વીડિયોમાં સેક્સની ટેપના વીડિયો દેખાતી મહિલાને બીજી મહિલા ચેતવણી આપતી નજરે પડે છે. વીડિયોમાં દેખતી મહિલા પરણિત છે.