(એજનસી) એમ્સ્ટેરડમ,તા.૬
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રટે એક વાર ફરી એવું કામ કર્યું છે જેનાથી ઘણા રાજનેતાઓ પ્રેરણા લઈ શકે છે. રટે જમીન પર ઢોળાયેલી કોફીને સાફ કરી અને ચૂપચાપ પોતાના કાર્યાલયમાં જવા રવાના થઈ ગયા. હકીકતમાં સંસદના ગેટમાંથી નીકળતી વખતે રેટના હાથમાંથી કપ પડી ગયો અને જમીન પર કોફી ઢોળાઈ ગઈ. તેમણે તરત જ કપ ઉઠાવ્યો અને સફાઈ કરવા માટે આવેલી મહિલા પાસેથી પોતું લઈ લીધું. રટે કોફીની સફાઈ કરી દીધી. સાથે જ કપડાંથી ગેટ પર ઉડેલા કોફીના છાંટાને લૂછી દીધા. જ્યારે તેમણે સફાઈ કરી ત્યારે સફાઈ કર્મચારીઓ ત્યાં ઊભા હતા અને તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનના કામની પ્રશંસા કરી રહ્યા હતા. માર્ક રેટનો સફાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ંલોકોએ તેમના આ કામની પ્રશંસા કરી. પાકના જાણીતા પત્રકાર હામિદ મીરે તેમનો વીડિયો ટ્‌વીટર પર શેર કરતાં લખ્યું, હું તેમની વિનમ્રતાથી પ્રભાવિત છું અને તેથી જ તેઓ ડચ લોકોમાં લોકપ્રિય છે.