(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા જલદી જ નવી ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટિ્‌વટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે.
આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે નવી નોટોની ડિઝાઇનમાં કોઇ ફેરફાર થશે નહી. પરંતુ તેની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર પૂર્વ બધી નોટોની માફક હશે. આ ઉપરાંત ફીચર્સમાં પણ કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી.
રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જ ૧૦૦ રૂપિયાની નવી નોટ પણ જાહેર કરવામાં આવી હતી. આ ૧૦૦ રૂપિયાની નોટ પર પણ ગર્વનર શક્તિકાંત દાસની સહીને અંકિત કરવામાં આવી હતી. જોકે નવી ૧૦૦ રૂપિયાની નોટ આવ્યા બાદ જૂની નોટોને સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી નથી. મહાત્મા ગાંધી (નવી)સીરીઝની બધી નોટ માન્ય છે.